મોરબી : વરસાદના વિરામ બાદ મોરબીમાં થયેલા રસ્તાના નુકસાનને લઈને પાલિકા દ્વારા હંગામી રીપેરીંગ કરવામાં આવી રહ્યું છે. જેને કારણે એક સમસ્યામાંથી છુટકારો મળ્યો ત્યાં અણધડ કામને લઈને અન્ય પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. મોરબીના પરાબજાર વિસ્તારમાં રસ્તા પરના ખાડા બુરવા માટે માટી અને કપચી અણધડ રીતે પાથરી દેવાતા ધૂળ ઉડવાની સમસ્યાથી વેપારીઓ પરેશાન થઈ રહ્યા છે. એક તરફ માસ્ક ફરજિયાત અને ઉપરથી ઊડતી ધૂળને કારણે ગૂંગણામનનો અનુભવ કરતા વેપારીઓની સમસ્યા અહીંયા જ અટકતી નથી. રસ્તા પર પાથરવામાં આવેલી કપચી કોઈ વાહનના ટાયર નીચે આવે ત્યારે ગોળીની માફક વછૂટીને દુકાનોમાં ઘુસી આવે છે. જેનાથી ઇજાગ્રસ્ત થવાનો ભય સતત ઝળુંબતો રહે છે. આ સમસ્યામાંથી ત્વરિત છુટકારો આપવા માટે પરાબજાર યુવા સંગઠને રોડ એન્ડ બિલ્ડીંગ ડિપાર્ટમેન્ટમાં રજુઆત કરી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate