વાવડી રોડ પર આવેલી મોમાઈ ડેરી એન્ડ બેકરીના વેપારીને મારી નાખવાની ધમકી આપી, રાત્રે ફરી ધોકો લઈને દાદાગીરી કરવા પહોંચતા પોલીસે ધરપકડ કરીમોરબી અપડેટ : મોરબીના વાવડી રોડ પર મિરા પાર્ક - 02 માં રહેતા અને ત્યાં જ મોમાઈ ડેરી એન્ડ બેકરી નામની દુકાન ચલાવતા 54 વર્ષીય જયેન્દ્રગીરી પોપટગીરી ગોસ્વામી અને તેમના પત્ની જાગૃતિબેન દુકાન પર હાજર હતા. ત્યારે તારીખ 1/10/2026 ના રોજ, મિરા પાર્કમાં જ રહેતો અશોક પરમાર નામનો શખ્સ પીધેલી હાલતમાં તેમની દુકાને આવ્યો હતો અને મફતમાં ઠંડા પીણા માંગ્યા હતા. વેપારીએ મફતમાં વસ્તુ આપવાની ના પાડતા અશોક ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો આપી, માથાકૂટ કરી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, તેણે છુટા પથ્થરના ઘા કરી દુકાનમાં તોડફોડ પણ કરી હતી.આ બનાવ બાદ ભોગ બનનાર વેપારીએ 112 પર કોલ કરતા શખ્સ ત્યાંથી નાસી ગયો હતો. ત્યારબાદ વેપારીએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે લેખિત અરજી સ્વીકારી હતી. વેપારીએ એ ડિવિઝન પોલીસમાં અરજી ફોર્મ ભરીને આપ્યું હતું. જોકે, શરૂઆતમાં પોલીસે ગુનાની ગંભીરતા લીધી ન હતી અને માત્ર અરજી લઈને 'સાંજે જોઈ લેશું' તેમ કહી દીધું હતું.પોલીસની ઢીલી કામગીરીને કારણે આ શખ્સને જાણે પોલીસની કોઈ બીક જ ન હોય તેમ, રાત્રે તે ફરીથી દુકાન પર ધોકો લઈને આવ્યો હતો અને 'પોલીસ મારું કાઈ નનહીં કરી શકે' તેમ કહી દાદાગીરી કરી હતી. વેપારીએ ફરીથી 112 પર કોલ કર્યો હતો અને એ ડિવિઝન પીઆઈ જાડેજાને પણ જાણ કરી હતી. આખરે પોલીસની ટીમ તાત્કાલિક દોડી આવી હતી અને અશોક પરમારની તેના ઘરેથી ધરપકડ કરી લીધી હતી.આ ગંભીર બનાવ અંગે મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશકુમાર પટેલને પણ જાણ કરવામાં આવી છે. એક શખ્સે જાહેર રોડ પર વેપારીની દુકાને તોડફોડ કરી આતંક મચાવ્યો હતો. હાલ પોલીસે અરજીના આધારે કાર્યવાહી કરી શખ્સને ઝડપી લીધો છે અને પોલીસના જણાવ્યા અનુસાર આજે વિધિવત ફરિયાદ લઈને ગુનો દાખલ કરવામાં આવશે. ત્યારે પોલીસ પોતાના ખિસ્સામાં હોવાનો ઘમંડ રાખતા આવા શખ્સને પોલીસ કાયદાનું કેવું ભાન કરાવે છે તે જોવું રહ્યું.#Morbi #MorbiNews #MorbiUpdate #CrimeNews #VavdiRoad #MorbiPolice