મોરબી : મોરબી જિલ્લાની અદેપર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને સેવાભાવી દંપતિ દ્વારા પગરખાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. નાની બાળાઓના ગૌરીવ્રત ચાલુ થઈ ગયા છે ત્યારે મિત કુમાર દલસાણિયા અને તેમના પત્નિ ગાર્ગીબેન દલસાણિયા તરફથી અદેપર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને 1જોડી સ્લીપરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉમદા કાર્ય કરવા બદલ શાળાના આચાર્ય અરવિંદભાઈ કૈલા અને ગામના યુવા સરપંચ જનકસિંહ ઝાલાએ દાતાઓનો આભાર વ્યક્ત કરી અભિવાદન કર્યું હતું.