મોરબીમાં આવાસ યોજના ભાડાની કમાણીની યોજના બની કોર્પોરેશનના ચેકિંગમાં બે આવાસ યોજનાના 1034 આવાસમાંથી 346 બંધ, 136 ભાડે દેવાઈ ગયામોરબી : મોરબી નગરપાલિકામાંથી મહાનગર પાલિકા રહસ્યો ખુલ્લા પડી રહ્યા છે ત્યારે મ્યુનિસિપલ કમિશનર દ્વારા મોરબીમાં શહેરી ગરીબો માટે નિર્માણ થયેલ પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજનામાં ટિમો મોકલી સર્વે કરાવતા ચોંકાવનારું સત્ય બહાર આવ્યું હતું. ગરીબો માટે બનાવાયેલ આ આવાસમાં ગરીબો વસવાટ કરવાને બદલે આવસ બંધ રાખતા હોવાનું તેમજ મોટા પ્રમાણમાં આવાસ ભાડે દેવામાં આવ્યા હોવાનું સામે આવતા આવાસ યોજનાના લાભાર્થીઓને તાકીદે આવાસનો ઉપયોગ શરૂ કરવા તાકીદ કરી છે અન્યથા કાનૂની કાર્યવાહી કરવા પણ ચેતવણી આપવામાં આવી છે.મોરબી મહાનગર પાલિકા અસ્તિત્વમાં આવતા જ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરએ અગાઉ લીલાપર આવાસ યોજનાની મુલાકાત લઈ મહાનગર પાલિકાની પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજનાની વર્તમાન સ્થિતિ અંગેની હકીકત મેળવવા ટીમોને સર્વે માટે મેદાનમાં ઉતારી હતી. મહાનગર પાલિકાના સર્વેમાં લીલાપર રોડ પર 2013માં નિર્માણ થયેલ મુખ્યમંત્રી આવાસ યોજનામાં 400 આવાસ બનાવ્યા હતા. જેમાં 400 માંથી 60 લાભાર્થી જ પોતાના મકાનમાં રહેતા હોવાનું અને 230 આવાસ બંધ હોવાની સાથે 110 આવાસમાં મૂળ માલિક સિવાયના લોકો ભાડે રહેતા હોવાનું સામે આવ્યું હતું.બીજી તરફ મોરબી-કંડલા બાયપાસ ઉપર બનાવવામાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મહાનગર પાલિકાની ટીમે તપાસણી કરતા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કુલ 634 આવાસ પૈકી 492 આવાસમાં લાભાર્થી લોકો જ રહેતા હોવાનું સામે આવ્યું હતું જયારે 116 આવાસ બંધ હોવાનું તેમજ 26 આવાસમાં લાભાર્થી સિવાયના લોકો રહેતા હોવાનું સામે આવ્યું હતું. આમ મોરબીમાં પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજનાના કુલ 1034 આવાસમાં 552 લાભાર્થી પોતે રહેતા હોવાનું અને 346 આવાસ બંધ હાલતમાં હોવાની સાથે 136 આવાસમાં મૂળ મલિક સિવાયના અન્ય લોકો રહેતા હોવાનું સામે આવ્યું છે.આવાસ યોજનામાં લાભાર્થી રહેવા નહીં જાય તો કાર્યવાહી : કોર્પોરેશનમોરબી મહાનગર પાલિકા દ્વારા શહેરના લીલાપર રોડ આવાસ યોજના અને દલવાડી સર્કલ પાસે આવેલ આવસ યોજનમાં સર્વે બાદ આવાસનો લાભ મેળવનાર 450થી વધુ લાભાર્થીઓએ આ આવાસ બંધ રાખ્યા છે સાથે જ 136 લોકોએ પોતાના આવાસ ભાડે આપી દીધા હોવાનું કોર્પોરેશનની તપાસમાં સામે આવતા મ્યુનિસિપલ કમિશનરે તમામ લાભાર્થીને આવાસનો ઉપયોગ શરૂ કરવા તાકીદ કરી અન્યથા કાયદેસરની કાર્યવાહી માટે તૈયાર રહેવા કડક સૂચના આપવામાં આવી છે.એક દાયકો વીતવા છતાં બાયપાસ ઉપર આવાસ યોજના પૂર્ણ ન થઇમોરબી શહેરમા મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી આવાસ યોજના ઉપરાંત શહેરના મોરબી -કંડલા બાયપાસ ઉપર વર્ષ 2015થી મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂપિયા 18 કરોડના ખર્ચે 608 આવાસ બનાવવા માટેના પ્રોજેક્ટને શરૂ કરાયો છે. જો કે, કાળ ચોઘડિયે શરૂ થયેલા આ પ્રોજેક્ટને આજે દસ વર્ષ વીતવા છતાં આ આવાસ યોજના હજુ સુધી સાકાર થઇ નથી. ઉલટું હાલમાં આ આવાસ યોજના અધૂરા કામને કારણે ખંઢેર હાલતમાં ફેરવાઈ ગઈ છે.