સિરામિકનું ટ્રાફિક સિટી તરફ વળતા વાહનોના થપ્પા લાગ્યા : પોલીસની ટિમો ટ્રાફિક ક્લિયર કરાવવા મેદાનેમોરબી : રફાળેશ્વર મેળાના કારણે ટ્રાફિક ડાયવર્ટ થતા શોભેશ્વર રોડ, ત્રાજપર રોડ અને નેશનલ હાઇવે જામ થઈ ગયો છે. સિરામિકનું ટ્રાફિક સિટી તરફ વળતા વાહનોના થપ્પા લાગ્યા છે. બીજી તરફ પોલીસની ટિમો ટ્રાફિક ક્લિયર કરાવવા મેદાને ઉતરી છે.મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ એટલે કે જિલ્લા સેવા સદન રોડ ઉપર છેલ્લા 2 કલાકથી ટ્રાફિક જામની સ્થિતિ છે. અંદાજે સાંજે 6:00 - 6:30 વાગ્યાથી લઈને હાલ સુધી અહીં વાહનોની કતારો લાગેલી છે. આવી જ રીતે જુના રફાળેશ્વર રોડ, જોધપર રોડ, નેશનલ હાઇવે અને ત્રાજપર ચાર રસ્તા પર વાહનોના થપ્પા લાગ્યા છે.મળતી માહિતી અનુસાર રફાળેશ્વર મેળાના કારણે સિરામિકનું ટ્રાફિક સિટી તરફ ડાયવર્ટ થયું હતું. પરિણામે ટ્રાફિક જામ સર્જાયાએ છે. ટ્રાફિક પીએસઆઇ ડી.બી. ઠક્કરે જણાવ્યું હતું કે મેળાના કારણે અને ફાટક એકથી બે વખત બંધ થવાના કારણે આ ટ્રાફિકની સ્થિતિ સર્જાઈ છે. ટ્રાફિકની ટિમ અને એલસીબીની ટિમ અહીં જ છે. અંદાજે અડધો કલાકમાં ટ્રાફિક ક્લિયર થઈ જશે.