રોબોટ ચલાવી શકે તેવો સ્ટાફ જ ન હોવાથી તેનો ઉપયોગ શરૂ કરવામાં વિલંબમોરબી : મોરબી મહાપાલિકાને મસમોટા ખર્ચે ભૂગર્ભ ગટર સફાઈ માટે રોબોટ મળ્યો છે. પણ આ રોબોટ શોભાનો ગાઠિયો બનીને રહી ગયો છે. અત્યારે આ રોબોટ ધૂળ ખાઈ રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીમાં ભૂગર્ભ ગટરની સમસ્યાના ઉકેલ માટે મહાનગર પાલિકાને સરકારે રૂપિયા 65 લાખના ખર્ચે ભૂગર્ભ ગટરની ઓટોમેટિક સફાઈ અને ચોકઅપ સમસ્યા દૂર થાય તેવો રોબોટ આપ્યો છે. જો કે આ રોબોટ દ્વારા ભૂગર્ભ ગટરની સફાઈ માટે ટેક્નિકલ માણસની જરૂરત પડે છે પરંતુ મહાનગર પાલિકા પાસે આ રોબોટનું સંચાલન કરી શકે તેવો સ્ટાફ ન હોવાથી હાલમાં ભૂગર્ભ માટે મંગાવેલ રોબોટ શોભાનો ગાંઠિયો સાબિત થઇ રહ્યો છે.