મોરબી : મોરબીમાં સત્યનારાયણ ગૌશાળા ઉમિયા આશ્રમ ખાતે તા. 8 માર્ચના શિવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. જેમાં સવારે ભગવાન ભોલેનાથની આરતી કરવામાં આવશે ત્યારપછી સવારે 8 થી 10 ફરાળી પ્રસાદ પણ યોજાશે. તેમજ ઉત્સવ અનુરૂપ ભોલેનાથની પ્રસાદી તથા આખા દિવસના 8 પહોરની પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મોરબીની ધર્મપ્રિય જનતાને આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા ઉમિયા આશ્રમના મહંત નિરંજનદાસજી મહારાજ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.