હળવદ : સમસ્ત બ્રહ્મસમાજ હળવદ દ્વારા પહેલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા સ્વજનોને શ્રદ્ધાંજલિ આપવા પરશુરામ જન્મોત્સવના પાવન દિવસે શ્રી શરણનાથ સેવા મંડળ દ્વારા સંગીતમય 1789મું શિવમહિમ્ન સ્ત્રોતપઠન તથા ભવ્ય લોક ડાયરાનું આયોજન તા. 29-4-2025ને મંગળવારના રોજ રાત્રે 9 કલાકે હળવદના શ્રી પરશુરામ મંદિર ખાતે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં લોક સાહિત્યકાર પી.વી. જાદવ, ભજનિક જયમંતભાઈ દવે અને ભજનિક પ્રીતેશભાઈ દવે ભજનની રમઝટ બોલાવશે. તો દરેક બ્રહ્મબંધુઓને પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.