મોરબી : મોરબીના રામધન આશ્રમ ઉમિયા મંદિર ખાતે રામદેવજીના સવરા મંડપના 12 વર્ષ પૂર્ણ થતા મહંત ભાવેશ્વરીમાંના સાનિધ્યમાં બાળવિદુષી રતનબેનના વ્યાસપીઠ સ્થાનેથી શિવ મહાપુરાણ કથાનું આગામી તા. 8 થી 16 ફેબ્રુઆરી સુધી આયોજન કરવામાં આવ્યું છે. કથાનો સમય સવારે 9થી 11 તથા બપોરે 2-30થી 5 વાગ્યા સુધીનો રહેશે. કથા અંતર્ગત 108 પોથીજી રામદેવદર્શન, 108 રાંદલ ઉત્સવ તથા યજ્ઞોપવિતનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ તકે રાજસ્થાનના મારવાડના આનંદ મુનિજી મહારાજ ખાસ ઉપસ્થિત રહેશે. તેમજ લક્ષચંડી મહાયજ્ઞના મુખ્ય યજમાન સનહાર્ટ ગ્રુપના સ્થાપક ગોવિંદભાઇ વરમોરાનું અભિવાદન કરવામાં આવશે. આ ઉપરાંત, કથા સપ્તાહ દરમિયાન અનેક સંતો-મહંતો, સમાજના શ્રેષ્ઠીઓ તથા રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આ અવસરે રામધન આશ્રમ દ્વારા ભાવિકોને કથા શ્રવણ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.