મોરબી : મોરબીમાં વિડજા પરિવાર દ્વારા આગામી તારીખ 3 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી શિવ મહાપૂરાણ શિવ ઉર્જા દર્શન શિવ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર આયોજન ગૌરાંગભાઈ વસંતભાઈ વિડજા તથા વિડજા પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે.આ કથા મોરબીના સામાકાંઠે ઉમા ટાઉનશિપ સામે વેજીટેબલ રોડ પર આવેલા પંચમુખી હનુમાનજી મંદિરના સત્સંગ હોલ ખાતે કરાયું છે. જેમાં તારીખ 3 જાન્યુઆરી ને શનિવારના રોજ બપોરે 3 કલાકે ગૌરાંગભાઈ વસંતભાઈ વિડજાના નિવાસ સ્થાને સામા કાંઠે અરુણોદય નગર બ્લોક નંબર 133 ખાતેથી પોથીયાત્રા નીકળીને કથા સ્થળ સુધી જશે. 4 જાન્યુઆરીના રોજ કથાનો પ્રારંભ થશે. અને 12 જાન્યુઆરીએ કથાનું સમાપન થશે. આ કથામાં સાવરકુંડલાના મોટા જીંજુડાના ભોમેશ્વર આશ્રમ ભાડેશ્વર મંદિરના રાજેશગીરી કે. ગૌસ્વામી (રાજુ બાપુ) વ્યાસપીઠ પર બીરાજીને દરરોજ સવારે 9-30 થી બપોરે 12-30 સુધી કથાનું રસપાન કરાવશે. આ પ્રસંગે વિડજા પરિવારના નિવાસ સ્થાને તારીખ 8 જાન્યુઆરી ને ગુરુવારના રોજ રાત્રે 8 થી 12 કલાક સુધી મામાનો માંડવો પણ યોજાશે.