કાલે 10 નવેમ્બરથી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ, 16 નવેમ્બરે નવમો સમૂહ લગ્નોત્સવ યોજાશે હળવદ : સહજાનંદ ફાઉન્ડેશન-હળવદ દ્વારા હળવદના ફ્લોરા રોડ પર ઓમ નંદીઘર પરિસર ખાતે આવેલી સહજાનંદ આશ્રમ ખાતે શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ, ત્રણ દિવસીય હોમાત્મક મહારુદ્ર યજ્ઞ અને નવમા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં તારીખ 10 નવેમ્બર ને સોમવારથી 16 નવેમ્બર ને રવિવાર સુધી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ યોજાશે. સવારે 9 વાગ્યાથી બપોરે 12:30 સુધી કથાકાર જમનાદાસ બાપુ (ભરતનગર, મોરબી) વ્યાસપીઠ પર બિરાજી કથાનું રસપાન કરાવશે. આ ઉપરાંત તારીખ 13, 14 અને 15 નવેમ્બરના રોજ ત્રણ દિવસીય હોમાત્મક મહારુદ્ર યજ્ઞ યોજાશે. જ્યારે 16 નવેમ્બર ને રવિવારના રોજ નવમા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું છે.મહામંડલેશ્વર સ્વામી સહજાનંદ ગીરીજી મહારાજના સાનિધ્યમાં કાલે સોમવારથી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થશે. જેમાં દરરોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવશે. આ ઉપરાંત બપોરે 12:30 કલાકે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ દિવસીય મહારુદ્ર યજ્ઞના આચાર્ય પદે શાસ્ત્રી કિશોરભાઈ ગીરીજાશંકર જોશી (હળવદ) બિરાજમાન થશે. જ્યારે 16 નવેમ્બર ને રવિવારના રોજ સમૂહ લગ્નોત્સવ યોજાશે. જેમાં 6 દંપતીઓ પ્રભુતામાં પગલા પાડશે. દરેક દીકરીઓને જીવન જરૂરી વસ્તુઓ કરિયાવર પેટે ભેટમાં આપવામાં આવશે. આ સંપૂર્ણ કાર્યક્રમમાં વિવિધ દાતાઓનો સહયોગ મળી રહ્યો છે.