મોરબી : રવાપર રોડ સ્થિત વિશ્વકર્મા સોસાયટીના રહેવાસીઓ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લઈ કોરોનાના પ્રકોપથી સોસાયટીવાસીઓની સુરક્ષા માટે સોસાયટીમાં આવેલ વિશ્વેશ્વર શિવ મંદિર અને હનુમાનજીનું મંદિર ફક્ત પૂજારી સિવાય તમામ ભાવિક ભક્તો માટે બંધ કરેલ છે. વિશ્વકર્મા સોસાયટી સિવાયના બહારના લોકો માટે સોસાયટીમાં કામ વગર આવવાની મનાઈ ફરમાવવામાં આવેલ છે. તો મહેરબાની કરીને પોતાના ઘરે જ રહો અને સરકાર, પોલીસ તથા કોરોના સામે લડતા બધા જ ડીપાર્ટમેન્ટને સાથ સહકાર આપવાની અપીલ કરાઈ છે.