શહેરની એક માત્ર થ્રી સ્ટાર તેમજ સૌથી વધુ 52 રૂમ ધરાવતી વિશાળ હોટેલ : અહીંના ઓરચીડ રેસ્ટોરન્ટમા લિજ્જતદાર ફૂડ પણ મળી રહેશે : હોસ્પિટલીટી ગ્રાહકો માટે બનશે યાદગાર સંભારણું ( પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીના જાણીતા શિવ અજંતા હોટેલ ગ્રૂપ દ્વારા નેશનલ હાઇવે ટચ જેવા સરળ લોકેશનમાં પોતાના નવા સોપાન હોટેલ ઓક્ટ્રીનો આવતીકાલથી શુભારંભ થવાનો છે. આ હોટેલ શહેરની એક માત્ર થ્રી સ્ટાર હશે. સાથો સાથ સૌથી વધુ 52 રૂમ ધરાવતી આ વિશાળ હોટેલ હશે. અહીંની આહલાદક હોસ્પિટલીટી ગ્રાહકો માટે એક યાદગાર સંભારણું બની રહેશે. મોરબીમાં છેલ્લા 11 વર્ષથી કાર્યરત અને ખૂબ પ્રસિદ્ધ એવી શિવ અજંતા હોટેલ દ્વારા તેમનું નવું યુનિટ હોટેલ ઓક્ટ્રી શરૂ કરવામાં આવનાર છે. તા. 4 ઓક્ટોબરથી સર્વે નંબર 22, બેલ સેનેટરીવેર નજીક, નેશનલ હાઇવે 27-એ, જાંબુડિયા પાસે હોટેલ ઓક્ટ્રીનો શુભારંભ થવા જઈ રહ્યો છે. હોટેલ ક્ષેત્રે ખૂબ અનુભવી એવા શિવ અજંતા હોટેલ ગ્રુપ દ્વારા આ હોટેલનું આધુનિકતા સાથેનું શ્રેષ્ઠ સંચાલન મોરબીના હોસ્પિટલીટી ક્ષેત્રે ક્રાંતિ લાવનાર છે. હોટેલ અનેક સુવિધાથી સજ્જ હોવાની સાથો સાથ બેસ્ટ લોકેશન પણ ધરાવે છે. આ હોટેલના કુલ 52 રૂમ ઉપલબ્ધ છે. જેમાં ડિલક્ષ, ગ્રાન્ડ રૂમ અને સ્યુટ રૂમ એમ ત્રણ પ્રકારના રૂમ ઉપલબ્ધ છે. દરેક રૂમમાં 24 કલાક રૂમ સર્વિસ, ઇલેક્ટ્રોનિક સેફ, હાઈ સ્પીડ વાઈ ફાઈ ઈન્ટરનેટ કનેક્ટિવિટી, વર્ક ડેસ્ક, ટી-કોફી મેકર, રેફ્રીજરેટર, સેટેલાઇટ એલસીડી ટીવી, ડાયરેક્ટ ડાઈલ (એસટીડી), હાઈજીનીક બાથરૂમ સહિતની સુવિધાઓ ઉપ્લબ્ધ છે. અહીં આકર્ષક ઓરચીડ રેસ્ટોરન્ટ છે. જેમાં વિવિધ પ્રકારના ગુણવતાયુકત ફૂડ જેવા કે પંજાબી, ચાઇનીઝ, ઇટાલિયન અને કોન્ટિનેન્ટલ પણ ઉપ્લબ્ધ છે. સાથો સાથ બપોરે 3 થી 6 દરમિયાન કોફી શોપ પણ છે.જેમાં સ્નેક્સ પણ મળી શકશે. અહીં ફેમેલી સેલિબ્રેશન પણ થઈ શકે છે. હોટેલમાં આઉટડોર કેટરિંગની પણ વ્યવસ્થા છે. જેઓ પ્રાઇવેટ ઇવેન્ટ, કોર્પોરેટ ઇવેન્ટ અને વેડિંગ પણ થઈ શકે છે. અન્ય વિશેષ સુવિધાઓમાં એલીવેટર, ડોકટર ઓન કોલ, ટેક્ષી ઓન કોલ તેમજ એમ્પલ કાર પાર્કિંગનો પણ સમાવેશ થાય છે. વધુ વિગત માટે મેનેજર નિરવભાઈ પંચાલ મો.નં. 9727711602 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.