મોરબી : રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2024-2025ની સ્પર્ધાત્મક પરીક્ષામાં નાના રામપર પ્રાથમિક શાળાનું ઉત્કૃષ્ટ પરિણામ આવ્યું છે. શાળાના કુલ 9 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 7 વિદ્યાર્થીઓ પાસ થયા છે અને શાળાના સર્વશ્રેષ્ઠ માર્કસ 115 છે. જેમાં ધરજીયા જીત શાર્દુલભાઈ, રાણવા મયંક પ્રવિણભાઈ, પઢારિયા જહા ભીખાભાઈ, ઝાલા ભાગ્યરાજસિંહ ભરતસિંહ, ચૌહાણ અલ્પેશ વિનોદભાઈ, રાણવા રાધિકા ગોવિંદભાઈ, પઢારિયા ક્રિશ હમીરભાઈને પરીક્ષામાં સફળ થતા પરિવાર અને શાળા તરફથી અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.