મોરબી : મોરબીની OSEM GSEB શાળાની વિદ્યાર્થીનીએ રાષ્ટ્રીય કક્ષાએ મેદાન મારીને શાળા અને મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું છે. Gujarat Council of Science and Technology (ગુજરાત સરકાર) દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત National STEM Quiz 4.0 માં શાળાની વિદ્યાર્થીની અપેક્ષા વર્માએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.ભુજથી અમદાવાદ સુધીની સફળ સફરઅપેક્ષા વર્માએ સૌપ્રથમ પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર (Regional Science Centre), ભુજ ખાતે યોજાયેલ ઝોનલ સ્ટુડિયો રાઉન્ડમાં પોતાની પ્રતિભા બતાવી સફળતાપૂર્વક ગ્રાન્ડ ફિનાલેમાં સ્થાન મેળવ્યું હતું. ત્યારબાદ સાયન્સ સિટી, અમદાવાદ ખાતે યોજાયેલી ગ્રાન્ડ ફિનાલેમાં પણ શ્રેષ્ઠ દેખાવ કરીને ટોપ 8 ફાઇનલિસ્ટમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.25,000નું રોકડ ઇનામ અને સન્માનઆ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ઝળહળતી સફળતા બદલ અપેક્ષા વર્માને 25,000/- નું રોકડ ઇનામ એનાયત કરવામાં આવ્યું છે. આ સિદ્ધિ તેની સખત મહેનત અને શાળાના યોગ્ય માર્ગદર્શનનું પરિણામ છે.આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ સંસ્થાના ટ્રસ્ટી સુમંત સર, સૂર્યરાજ સર, સિદ્ધાર્થ સર તથા પ્રિન્સિપાલ સના મેડમ દ્વારા અપેક્ષાને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. આ સાથે જ લોક વિજ્ઞાન કેન્દ્ર, મોરબીના જિલ્લા સંયોજક દીપેન ભટ્ટ દ્વારા પણ વિદ્યાર્થીનીની સિદ્ધિને બિરદાવી ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી છે.OSEM શાળા હંમેશા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને તેમની છુપાયેલી પ્રતિભાને બહાર લાવવા માટે પ્રયત્નશીલ રહી છે, જેનું ઉત્તમ ઉદાહરણ આ સફળતા છે.#Morbi #MorbiUpdate #OSEMSchool #STEMQuiz #Education #Achievement #ScienceCity #GujaratGovernment #StudentSuccess #NationalLevel