મોરબી: મોરબીના બાવરવા પરિવારના આંગણે ભારતની ભાગ્યવંત ભોમકા એવા બરવાળા ગામે બહુચર માં અને શિકોતર માતાજીના માતૃશક્તિના ભવ્ય અને દિવ્ય મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે.તારીખ 19-02-2026 ને ગુરુવારના રોજ બહુચર માં અને શિકોતર માતાજીના મંદિરનું શિલાપુજન સાંજના 04:30 કલાકે મહંત દામજીભગત બગથળાવાળા તથા યજમાનો દ્વારા કરવામાં આવશે. તેમજ આ કાર્યક્રમમાં દામજીભગત મહંત દ્વારા આશિર્વચન આપવામાં આવશે અને સાંજના 7:30 કલાકે મહાપ્રસાદનુ પણ આયોજન કરવામાં આવ્યું છે. જેથી આ કાર્યક્રમમાં પધારવા લોકોને બાવરવા પરિવાર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.