સમગ્ર ગુજરાતમાંથી 9 શિક્ષકોની પસંદગી: સોનલબેન વેગડે છેલ્લા 19 વર્ષથી બાળકેન્દ્રિત શિક્ષણ અને નવીનતમ પ્રવૃત્તિઓ દ્વારા મોરબીનું ગૌરવ વધાર્યુંમોરબી અપડેટ : 5 સપ્ટેમ્બર શિક્ષકદિન અનુસંધાને તા. 13/09/2026 ને રવિવારના રોજ નવદુર્ગા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા સરોજીની નાયડુ ગર્લ્સ હાઇસ્કુલ ખાતે 'શિક્ષક રત્ન એવોર્ડ' - 2026-27 સન્માન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં સમગ્ર ગુજરાતમાંથી 9 શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં શિક્ષણ ક્ષેત્રે કરેલ શ્રેષ્ઠ કામગીરી બદલ શાંતિવન પ્રાથમિક શાળા મોરબીનાં શિક્ષક વેગડ સોનલ જયંતિલાલને 'શિક્ષક રત્ન' એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો છે.શિક્ષણ કાર્યમાં શ્રેષ્ઠ કામગીરી:-સોનલબેન છેલ્લા 19 વર્ષથી બાળકેન્દ્રિત અને પ્રવૃત્તિશીલ શિક્ષક તરીકે ઉત્તમ કામગીરી કરી રહ્યા છે.-બાળકોને TLM, રમકડાં અને રમત આધારિત શિક્ષણ આપીને તેમનામાં રહેલી સર્જનાત્મકતા, કલ્પના શક્તિ અને વિચાર શક્તિ જેવા ભીતરના કૌશલ્યોને ખીલવી રહ્યા છે.-સ્વખર્ચે પ્રવૃત્તિસભર વર્ગનું નિર્માણ કર્યું છે, જેમાં ચાર્ટ, ચિત્રો અને અભ્યાસક્રમને લગતી વિવિધ સામગ્રીઓ સામેલ છે.-વર્ગમાં દરરોજ એક નવી પ્રવૃત્તિ, એક TLM, એક રમત અને એક રમકડું બનાવીને શિક્ષણ કાર્યમાં ઉપયોગ કરે છે. આ તમામ પ્રવૃત્તિઓ તેઓ પોતાની YouTube ચેનલ, Facebook અને Instagram પર અપલોડ કરે છે. જે સમગ્ર ગુજરાતના અન્ય શિક્ષકો માટે પ્રેરણારૂપ બની રહી છે. શાળામાં બાળકોને રમતાં-રમતાં શિક્ષણ આપીને એવું સુંદર વાતાવરણ ઊભું કર્યું છે જેથી બાળકોને શાળાએ આવવું અને ભણવું ગમે.અગાઉ મળેલા પ્રતિષ્ઠિત એવોર્ડ્સ અને સન્માન:-મોરબી તાલુકા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ 2022-પ્રતિભાશાળી શિક્ષક સન્માન 2022-મહાત્મા ગાંધી નેશનલ એવોર્ડ-પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ 2025-ગુજરાત સિનેમા મીડિયા એવોર્ડ 2025-ગુજરાત સારસ્વત સન્માન 2026-નારી રત્ન સન્માન 2023-BRC મોરબી અને SMC સન્માન પત્ર-સમાજ દ્વારા સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળ રાજકોટ અને પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ પોરબંદર દ્વારા વિશેષ સન્માન. સોનલબેનને 'શિક્ષક રત્ન' મળતાં તેમના પરિવાર, શાળા અને સમગ્ર મોરબી જિલ્લાનું ગૌરવ વધ્યું છે.#Morbi #MorbiUpdate #MorbiNews #ShikshakRatnaAward #EducationNews #GujaratTeachers #ProudMorbi #TeachersDay