મોરબી : શહેરભરમાં ગઈકાલે દશેરાના પર્વે અનેક જગ્યાએ રાસ-ગરબા, શસ્ત્ર પૂજન અને રાવણ દહનના કાર્યક્રમો યોજાયા હતા જે અન્વયે રવાપર કેનાલ રોડ ઉપર આવેલ ગંગાદર્શન એપાર્ટમેન્ટમાં પણ રાસ ગરબા સાથે શસ્ત્ર પૂજન કરાયું હતું. રહેવાસીઓ દ્વારા નવે નવ દિવસ ગરબા રમી માંની આરાધના કરવામાં આવી હતી તેમજ ગઈકાલે એપાર્ટમેન્ટના તમામ સભ્યોએ સાથે મળીને વિધિવત શસ્ત્ર પૂજન કર્યું હતું. .