ટંકારા : સૌરાષ્ટ્ર- કરછ સમસ્ત બ્રહ્મમસમાજની મહત્વની જવાબદારી શશિભાઇ આચાર્યને સોંપાઈ છે. શશી અદા ટંકારા ફસ્ટગ્રેડ જમાદાર તરીકે નિવૃત થયા છે અને નિવૃત્તિ બાદ પણ હાલ ટંકારા પોલીસ સ્ટેશનમા પણ સેવા આપી રહ્યા છે. ઉપરાંત તેઓ ટંકારા બ્રહ્મસમાજના ઉપ પ્રમુખ તરીકે પણ સેવા આપી રહ્યા છે મોરબી જીલ્લાના વતની અને હમેશા સમાજના વિકાસ માટે પોતાનુ યોગદાન આપતા નાનેરા થી લઈ મોટેરામાં શશી અદાના હુલામણા નામથી પ્રખ્યાત આચાર્યભાઇને સૌરાષ્ટ્ર અને કચ્છ સમસ્ત બ્રહ્મમસમાજની મળેલી કારોબારી સમિતિની બેઠકમા મોરબી જિલ્લાની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.