મોરબી : મોરબીના વાવડી રોડ પર રહેતe સોહેલભાઈ લાખાણીની દીકરી શર્મિનફાતિમાએ ધોરણ 10માં 98.46 PR અને 93 ટકા મેળવીને ઝળહળતી સફળતા હાંસલ કરી છે.શર્મિનફાતિમા લાખાણી મોરબી કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરતી હતી. સાથે સાથે વાવડી રોડ પરના ખાનગી ક્લાસિસમાં સાગર વલોરા સાહેબના માર્ગદર્શનમાં ક્લાસ કરતી હતી. તેણે સખત મહેનત કરીને ધોરણ 10માં 98.46 PR અને 93 ટકા મેળવ્યા છે. આ સફળતા બદલ સગાસંબંધીઓ અને પરિચિતો શર્મિનફાતિમાને અભિનંદન પાઠવી રહ્યા છે. શર્મિનફાતિમાની સફળતા પાછળ માતા-પિતાનો પણ સતત સાથ-સહકાર અને હૂંફ મળી હતી.