મોરબી : આજે તારીખ 14 એપ્રિલના રોજ મોરબીમાં ડો. બાબાસાહેબ આંબેડકરજીની 134મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે મોરબીમાં રેલીનું આયોજન કરાયું હતું. ત્યારે આ રેલીમાં મોરબીના સામાજિક સમરસતા મંચ મોરબી જિલ્લા દ્વારા શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું.દર વર્ષની જેમ આ વર્ષે પણ નીલકંઠ મહાદેવ મંદિર, રેલ્વે સ્ટેશન રોડ ખાતે સ્ટોલ કરીને રેલીમાં જોડાયેલા તમામ લોકોને શરબત વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્યમાં સામાજિક સમરસતા મંચ મોરબી જિલ્લા અને નગરના કાર્યકર્તા જોડાયા હતા.