મોરબી : હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. બપોરના સમયે મુસાફરી કરતાં લોકોને અસહ્ય ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા કાચીકેરીના શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું. મુસ્કાન વેલ્ફેર સોસાયટી મોરબી દ્વારા મોરબીના નવા બસ સ્ટેશન ખાતે ગરમીમાં શેકાતા મુસાફરો માટે ખાસ તન, મનને ટાઢક આપવા સાથે સ્વાદિષ્ટ, આરોગ્યપ્રદ અને ઉર્જા પૂરી પાડનારું કાચીકેરીનું શરબત સંસ્થાના સભ્યોએ જાતે જ બનાવ્યું અને નવા બસ સ્ટેશન ખાતે જાતે જ વિતરણ કર્યું હતું. જેનો 500 થી વધારે રાહદારીઓ અને મુસાફરોએ લાભ લીધો હતો અને ગરમીમાં રાહત મેળવી, ઠંડકનો અહેસાસ કર્યો હતો.જ્યારે સંસ્થાના મહિલા સભ્યોએ એક માનવસેવાનું વધુ એક કાર્ય કરી સંતોષ અનુભવ્યો હતો. સાથો સાથ સંસ્થાના સભ્યોએ આવનારા સમયમાં પણ અનેકવિધ સેવાકાર્યો કરવા સંકલ્પબદ્ધ હોવાનું સંસ્થાની યાદીમાં જણાવાયુ છે.