જય ઠાકર ગ્રુપ દ્વારા ગરબી મંડળની બાળાઓને લ્હાણી તેમજ વિદ્યાર્થીનીઓનું સન્માન કરાયું મોરબી : વાંકાનેર તાલુકાના તિથવા ગામે જય ઠાકર દ્વારા ગઈકાલે ' શરદ ઉત્સવ ' ઉજવવામાં આવેલો હતો જેમાં જય ઠાકર ગરબી મંડળની બાળાઓને લ્હાણી વિતરણ કરવાની સાથે ગ્રુપ દ્વારા વિદ્યાર્થીનીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ તકે કુલ 25 વિદ્યાર્થીનીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજનને સફળ બનાવવા આયોજક રમેશ રાવા, હીરાભાઈ રાવા, મહેન્દ્રભાઈ ખોરજા, ભરતભાઈ ફાગલિયા, ગોવિંદભાઈ બાંભવા રાજુભાઈ ફાગલિયા સહિતના લોકોએ જહેમત ઉઠાવી હતી.