હળવદ : હળવદ તાલુકા પંચાયત દ્વારા કચેરીના પટાંગણમાં આવતીકાલે શનિવારે શરદોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સાંજે 7 કલાકે શરૂ થશે. જેમાં સ્નેહમિલન સાથે રાસ ગરબા પણ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત સાંજે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.