મોરબી : મોરબીમાં આગામી 28ને શનિવારના રોજ વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળના લાભાર્થે શરદોત્સવ-2023 યોજાનાર છે. આ કાર્યક્રમ રાત્રે 9:30 કલાકે રેમન્ડ પાર્ટી પ્લોટ, જિલ્લા સેવા સદન પાછળ, મોરબી-2 ખાતે યોજાશે. જેમાં વેલ ડ્રેસ, પ્રિન્સ, પ્રિન્સેસ સ્પર્ધા સાથે વિજેતાઓને ઇનામ અપાશે. સ્પર્ધામાં ભાગ લેનારને ટ્રેડિશનલ ડ્રેસ ફરજીયાત છે.