મોરબી: મોરબી સ્થિત રામધન આશ્રમ ખાતે મહંત ભાવેશ્વરી માના સાનિધ્યમાં શરદ પૂર્ણિમાના પવિત્ર તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ શુભ પ્રસંગે આશ્રમ દ્વારા વિવિધ ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યત્વે યજ્ઞ, મહાઆરતી, અને કુમારિકા પૂજન તથા ભોજન જેવા પરંપરાગત કાર્યક્રમો યોજાયા હતા. પૂજા-અર્ચનાની સાથે સાથે, આશ્રમે સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં શ્રમજીવી પરિવારના નાના બાળકોને કપડાનું વિતરણ પણ કર્યું હતું. આ સમગ્ર ઉજવણી ધર્મ અને સેવાનો સમન્વય બની રહી હતી, તેવું મુકેશ ભગતની યાદીમાં જણાવાયું છે.