મોરબીઃ મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોના આત્માની શાંતિ માટે આજે તારીખ 8 નવેમ્બરના રોજ રાજકોટ ખાતે પાટીદાર પેન્થર ગ્રાઉન્ડમાં મહામૃત્યુંજય મંત્રના માધ્યમથી શાંતિ યજ્ઞ યોજાયો હતો. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા આયોજિત આ શાંતિ યજ્ઞમાં 224 પરિવારોએ ભાગ લઈ 240 મંત્રની આહૂતિ આપીને દિવંગતોના આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરી પ્રાર્થના કરી હતી. શાંતિ યજ્ઞમાં રજનીભાઈ પટેલ, કિરીટભાઈ અમૃતિયા, રમાબેન સિદ્ધપરા તથા ગાયત્રી પરિવારના બહેનોએ સહયોગ આપ્યો હતો.