મોરબી : મોરબી રાજકોટ હાઇવે ઉપર શનાળા રોડ ઉપર છેલ્લા એકાદ કલાકથી ટ્રાફિકજામની પરિસ્થિતિ સર્જાતા વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી રાજકોટ હાઇવે ઉપર સાંજના સાડા છ વાગ્યા બાદ બન્ને તરફ વાહનોના થપ્પા લાગી ગયા હતા અને કોઈપણ કારણ વગર ટ્રાફિક જામ થતા નાના વાહનોથી લઈ એસટી બસ, ટ્રક સહિતના વાહનોને ટ્રાફિક જામમાં ફસાવું પડ્યું હતું જો કે મોડે - મોડેથી પોલીસ કાફલો આવતા હાલ ટ્રાફિક હળવો થયો છે.