પરસોતમ ચોક, નવલખી રોડ પરના શનિદેવ મંદિરે સવારથી આરતી, યજ્ઞ, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજનમોરબી : દેશ સહિત ગુજરાત ભરમાં ન્યાયના દેવતા તરીકે ઓળખાતા પૂ. શનિદેવની જન્મજયંતીની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આ દરમ્યાન મોરબીમાં શનિદેવ-સાંઈબાબા મંદિરે પણ આજે શનિદેવ જયંતીની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી.આ ઉજવણી અંતર્ગત શહેરમાં પરસોતમ ચોક, નવલખી રોડ પર આવેલા શનિદેવ મંદિરે, આ ઉપરાંત ત્રિલોકધામ મંદિર સહિતના શનિદેવ મંદિરોમાં આજ સવારથી આરતી, યજ્ઞ, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. આ દરમ્યાન ભાવિકો મોટી સંખ્યામાં શનિદેવને માળા, પ્રસાદ સહિત તેલ ચઢાવી માથુ ટેકવી શનિદેવના આશિર્વાદ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે.