મોરબી : આજે તારીખ 26 મે ને અમાવસ્યા નિમિત્તે મોરબીના મોટા પ્રસાદ મંદિર ખાતે શનિ મહારાજની જન્મ જયંતી એટલે કે શનિ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.મોરબીના દરબારગઢ પાસે આવેલા મોટા પ્રસાદ મંદિર ખાતે સાંજે 7:30 કલાકે શનિ જયંતી નિમિત્તે મહા આરતી તેમજ પ્રસાદ રૂપે કેક કાપવાનું આયોજન કરાયું હતું. મોટી સંખ્યામાં ભાવિક ભક્તજનોની ઉપસ્થિતિમાં શનિ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી તેમ પૂજારી માધવભાઈ પંડ્યા દ્વારા જણાવ્યું હતું. આ કાર્ય ક્રમને સફળ બનાવવા નિકુંજ મહેતા, રૂપેશ મહેતા, હિતેશ પડ્યા, વિપુલ રાવલ વગેરેએ જહેમત ઉઠાવી હતી.