શનિદેવ મિત્ર મંડળ દ્વારા મહા આરતી, કેક કટિંગ અને પ્રસાદ વિતરણનું સુંદર આયોજન કરાયુંમોરબી : આજે 16 મે ને શનિવારના રોજ અમાસ નિમિત્તે મોરબીના દરબારગઢ પાસે આવેલા મોટા પ્રસાદ મંદિર ખાતે શનિ મહારાજની જન્મ જયંતી એટલે કે શનિ જયંતીની ભારે શ્રદ્ધા અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.આ પવિત્ર અવસરે સાંજે 7:30 કલાકે મંદિરમાં મહા આરતી યોજવામાં આવી હતી. ત્યારબાદ શનિદેવની પ્રસાદી રૂપે કેક કાપવામાં આવી હતી અને દર્શનાર્થીઓ માટે ભેળના નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરના પૂજારી માધવભાઈ પંડ્યાએ માહિતી આપતા જણાવ્યું હતું કે શનિ જયંતીની આ ઉજવણીમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તજનોએ ઉપસ્થિત રહીને દર્શન અને પ્રસાદનો લાભ લીધો હતો.આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા માટે નિકુંજ મહેતા, હિતેશ પંડ્યા તથા શનિદેવ મિત્ર મંડળ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી અને સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.#Morbi #MorbiUpdate #ShaniJayanti #MorbiNews #ReligiousEvent #ShaniDev #MotaPrasadMandir