મોરબી : આવતીકાલ તારીખ 6/8 ને શનિવારના રોજ રાત્રે 9:00 કલાકે અન્તા સ્ક્રેપ અને મહેક એન્ટરપ્રાઇઝ આયોજિત મહંમદભાઈ માકડીયા અને જાવીદભાઈ ગુલામે હુસેનભાઇ માકડીયા દ્વારા શાને હુસૈની કલામ મહેફિલનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ મોરબી અપડેટ યુટ્યુબ અને મુન્નાખાન પઠાણ જામનગર યુટ્યુબ ચેનલ પર લાઈવ કરવામાં આવશે. આ લાઈવ પ્રોગ્રામમાં સાજીદ ખીયાર મુન્નાખાન પઠાણ રહીશ હાજી અને મોરબીના મીર અને વાલેરા પરિવાર દ્વારા હુસૈની કલામ પેશ કરવામાં આવશે. આ મહેફિલને માણવા આયોજકોએ જાહેર અનુરોધ કર્યો છે.