મોરબી : શકત શનાળામાં આવેલ પટેલ સમાજની વાડી ખાતે પટેલ યુવા ગ્રુપ દ્વારા દિપાલીબેન પટેલના વ્યાસપીઠ સ્થાને શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન આગામી તા. 27 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધી કરવામાં આવેલ છે. આ આયોજન ગૌમાતા, દીકરીઓ તથા વિદ્યાર્થીઓના લાભાર્થે કરવામાં આવેલ છે. આ કથા દરમિયાન દરરોજ બપોરે મહાપ્રસાદની વ્યવસ્થા રાખેલ છે. કથાનો સમય સવારે 9થી 12 સુધીનો રાખવામાં આવેલ છે. આરતીનો સમય સવારે 8-30 કલાકે તથા બપોરે 12-30 કલાકે રાખવામાં આવેલ છે. આ તકે આયોજકોએ કથા અને આરતીનો લાભ લેવા માટે ભાવિકોને જાહેર આમંત્રણ પાઠવ્યું છે.