મેળામાં ભાગ લેવા મહિલાઓ 28મી સુધી ફી ભરી શકશે મોરબી : મોરબીમાં શક્તિ મેળો એટલે કે પ્રદર્શન સહ વેચાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં સ્ટોલ નાખવા માટે ઓનલાઈન અરજી કરેલ મહિલાઓએ ફી ભરવાની છેલ્લી તા.28 નક્કી કરવામાં આવી છે. મોરબીમાં શક્તિ મેળો તા.08/03/2022 થી તા.17/03/2022 સુધી યોજાવાનો છે.આ શક્તિ મેળો એટલે કે પ્રદર્શન સહ વેચાણ મેળામાં ભાગ લેવા માટે ઓનલાઈન અરજી કરેલ મહિલાઓ છેલ્લી તા.28ના સાંજના 6 કલાક સુધી ફી ભરી શકશે.મહિલા આર્થિક વિકાસ નિગમ લી ગાંધીનગર કચેરી ખાતે ફી રૂ.2000 ભરવાની રહેશે.આ ઉપરાંત મેળામાં ભાગ લેવા નામની નોંધણી તથા ફી ભરવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી-મોરબી,જિલ્લા પંચાયત ભવન,રૂમ નંબર 140,સો-ઓરડી,શોભેશ્વર રોડ,મોરબીનો સંપર્ક કરવો.શક્તિ મેળોમાં જે મહિલાઓને સ્ટોલ રાખવાનો હોય તેઓ http://mela.gwedc.gov.in/લિંક પરથી રજીસ્ટ્રેશન કરી શકશે. તેમ યાદીમાં જણાવાયું છે.