મોરબી : મોરબીના જય મહાકાલ સતવારા મિત્ર મંડળ દ્વારા સતવારા સમાજ માટે 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી શક્તિધામ મંદિર,માધાપર ઓજી રોડ ખાતે શક્તિધામ મંદિરના સાનીધ્યમાં શક્તિધામ નવરાત્રી મહોત્સવનું આયોજન કરેલ છે. તો સતવારા સમાજના સર્વે ધર્મ પ્રેમી લોકોને સાથ સહકાર આપવા અનુરોધ કરાયો છે.