મોરબીની ગરબીમાં બાળાઓ સળગતા દેતવા ઉપર મશાલ રાસ રમે છેઆધુનિક ભવ્ય લાઈટ અને મંડપ ડેકોરેશન પણ 40 વર્ષથી પ્રાચીન પરંપરા મુજબ બાળાઓ રાસ ગરબે રમે છેમોરબી : હાલ નવરાત્રી મહોત્સવમાં ઘણી પ્રાચીન ગરબીઓ ભારે જમાવટ કરી રહી છે. પણ શહેરની સૌથી મોટી પ્રાચીન ગરબી એટલે શક્તિ ચોકની ગરબી પ્રાચીન પરંપરાને જાળવી રાખી છે. આધુનિક ભવ્ય લાઈટ અને મંડપ ડેકોરેશન પણ 40 વર્ષથી પ્રાચીન પરંપરા મુજબ બાળાઓ રાસ ગરબે રમે છે.મોરબી શહેરની વચ્ચોવચ ગેસ્ટ હાઉસ રોડ ઉપર આવેલી પ્રાચીન ગરબી એટલે શક્તિ ચોક ગરબીના આયોજક ક્રિપાલસિંહે જણાવ્યું હતું કે 40 વર્ષથી યોજાતી શક્તિ ચોકની ગરબીના બદલાતા સમયના વહેણ સાથે રંગ ઢંગ બદલાયા છે. આ ગરબીને આધુનિકતાનો રંગ લાગી ગયો છે. લાઈટ અને મંડપ ડેકોરેશન ભવ્ય છે. શક્તિ ચોકની ગરબી ભારે ઝાકમઝોળ છે. આધુનિક મ્યુઝિક ડિસ્ટમ પણ છે. પણ માતાજીની ભક્તિ તો વર્ષો જૂની પ્રાચીન પરંપરા મુજબ જ થાય છે. આ ગરબીમાં 80થી વધુ દીકરીઓ દ્વારા દરેક વખતે નવા નવા રાસ જેવા કે ઘડા રાસ, અઘોર નગારા રાસ, મશાલ રાસ, તલવાર રાસ, રજૂ કરવામાં આવે છે. .મશાલ રાસમાં દીકરીઓ હાથમાં મશાલ લીધા બાદ મશાલના સળગતા દેતવા ઉપર રાસ ગરબે રમીને માતાજીની આરાધના કરે છે. જુદા જુદા 42 રાસમાં સૌથી વધુ લોકપ્રિય મશાલ રાસમાં 13 વર્ષથી 20 વર્ષના બહેનો જોડાય છે. આ તમામ રાસ જોવા માટે હકડેઠઠ જનમેદની ઉમટી પડે છે. નવરાત્રી પુરી થયા બાદ દરેક બાળાઓને લ્હાણીમાં સોના ચાંદીની વસ્તુઓની ભેટ આપવામાં આવે છે.