જો ઈદ-ઉલ-ફિતરની ઉજવણી પાંચમી જૂને થાય છે તો..6 જૂને ઉર્ષ ઉજવાશે વાંકાનેર : મુસ્લિમ સમુદાયમાં માહે રમઝા અલવિદા શાબ્દિક રચના હવે યથાર્થ રૂપે જોવા મળી રહી છે. આજે ૨૮મુ રોજુ છે આવતીકાલે ૨૯ રોજા થશે સાંજે ચાંદ દર્શન થશે કે કેમ ? આ અંગે હવે એક જ દિવસ બાકી હોય લોકોમાં ઠેર-ઠેર ચર્ચાઓ થઈ રહી છે કે ઈદની ઉજવણી પાંચમી જૂને થશે કે છઠ્ઠી જૂને? વધુ પડતા કેલેન્ડરો તેમજ ન્યુ મુનની સંભવિત તારીખને જોતાં રમજાન માસ આ વેળાએ ૨૯ દિવસનો રહે તથા ઇદનો ચાંદ ચોથી જૂન મંગળવારની સાંજે જોવા મળવાની પૂરી સંભાવનાઓ રહે છે. વાતાવરણની અસરે ક્યાંક ચાંદ જોવા મળે અને ન પણ મળે એથી વાંકાનેર શહેર અને તાલુકા વિસ્તારમાં જ્યાં પણ ચાંદ જોવા મળે તો તુર્ત જ વાંકાનેર શહેર તાલુકા ચાંદ કમિટીના ફોન નંબર ૦૨૮૨૮-૨૨૦૭૮૬ પર જાણ કરવા અપીલ કરવામાં આવી છે. વાંકાનેર શહેરમાં આવેલ ઐતિહાસિક દરગાહ હજરત શાહ બાવા (મલંગ) નો ઉર્ષ મુબારક દર વર્ષે રમજાન ઈદ ના બીજા દિવસે ઉજવાય છે. આ વખતે જો મંગળવારે સાંજે ચાંદ દેખાયે બુધવારે ઇદ ઉજવાશે અને બીજા દિવસે ગુરુવારે શાહ બાવા ઉર્ષ મુબારક ની ઉજવણી શાનદાર રીતે થશે. સવારે ૧૦ વાગ્યે હજરત જોરાવર પીર દરગાહે થી દરગાહે શોડ (ચાદર) ચડાવી એક શાનદાર ઝુલુસ હજરત શાહબાવાના ગાદી-તકિયા-અસો (ધોકો) સાથે ઢોલ-ત્રાંસા સાથે નીકળશે અને શહેરના મેઇન બજાર, માર્કેટ ચોકથી આ જુલુસ રાજમાર્ગો પર ફરી શાહબાવા દરગાહ શરીફે પહોંચશે. વાંકાનેરના યુવરાજ કેસરીદેવસિંહજી તથા સાંસદ મોહનભાઇ કુંડારિયા અને શાહબાવા ટ્રસ્ટ દ્વારા દરગાહ શરીફે ચાદર ચડાવી સલાનો સલામ બાદ આમન્યાઝ (પ્રસાદ) તમામ લોકોને બાંટવામાં આવશે. આ પ્રસંગે શ્રદ્ધાળુઓએ અચૂક હાજરી આપવા ટ્રસ્ટીઓ દ્વારા અપીલ કરવામાં આવી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne