મોરબી : મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં વાડી વિસ્તારમાં ડ્રેનેજ લાઈન અને પાણીની લાઈન માટેની કામગીરી પ્રગતિ હેઠળ છે. મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં નાગરિકોની સુવિધામાં વધારો કરવાના હેતુથી અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ (UGD) નેટવર્ક અને 'નલ સે જલ' પ્રોજેક્ટ અંતર્ગત મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પ્રોજેક્ટથી 115 જુદી જુદી વાડી વિસ્તારોને મોટો લાભ મળવા જઈ રહ્યો છે.પ્રોજેક્ટની મુખ્ય બાબતોમોરબી શહેરના બાકી રહી ગયેલા વાડી વિસ્તાર માટે અંદાજે 26,604 વસ્તીને ગટર અને પાણીની સુવિધા મળશે.આ પ્રોજેક્ટનું આયોજન ભૂગર્ભની લાઈન માટે ₹17.67 કરોડ અને પાણીની લાઈન માટે ₹9.59 કરોડના ખર્ચે કરવામાં આવ્યું હતું.મસાલ વાડી, ચાવડા વાડી, ભુચર વાડી, જયપુરીયા વાડી અને વેગણી વાડી વગેરે જેવી જુદી જુદી 115 વાડી વિસ્તારનો આ યોજનામાં સમાવેશ કરવામાં આવેલ છે.પ્રોજેક્ટમાં જુદી જુદી વ્યાસ ધરાવતી પાણીની પાઇપલાઈન નાખવામાં આવેલ છે, જેમાં પીવાના પાણી માટે 51 કિલોમીટર જેટલી DI લાઈન નાખવામાં આવી છે.આ યોજના અંતર્ગત કપુરીની વાડીમાં ભુગર્ભ પમ્પીંગ સ્ટેશન બનાવવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.જેથી સદર વિસ્તારમાં ભૂગર્ભના હાઉસ કનેક્શન આપી નાગરીકો લાભ લઇ શકે તેમ છે.નવા ગટર જોડાણ મેળવવા માટેની પ્રક્રિયાજે નાગરિકોએ પોતાના ઘર કે વ્યવસાયિક એકમ માટે નવું ગટર જોડાણ મેળવવું હોય, તેમણે મહાનગરપાલિકાની કચેરી ખાતેથી જરૂરી વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. કચેરી દ્વારા નિયત કરાયેલ ફોર્મ ભરી અને પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ અધિકૃત હાઉસ કનેક્શન મેળવી શકાશે.'નલ સે જલ' પ્રોજેક્ટ હેઠળ દરેક ઘર સુધી શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવામાં આવશે. વાડી વિસ્તારોમાં રહેતા પરિવારોને હવે દુર સુધી પાણી લેવા જવું નહીં પડે અને ઘરે બેઠા જ શુદ્ધ પાણી મળી રહેશે. મોરબી મહાનગરપાલિકા અને સંબંધિત એજન્સીઓ દ્વારા આ તમામ કામગીરી પૂર્ણ કરેલ છે, જેથી શહેરની સ્વચ્છતા અને જનસુખાકારીમાં વધારો થાય.#Morbi #MorbiUpdate #MorbiNews #NalSeJal #UGDProject #MorbiMunicipalCorporation