વરસાદ બંધ થયા બાદ પણ ગટરનું કદડા જેવું પાણી રસ્તા પર ફરી વળતા નાગરિકોમાં રોષ: કાયમી ઉકેલ લાવવા ઉગ્ર માંગમોરબી: મોરબી શહેરના લાલબાગ સેવા સદનના ગેટ પાસે ગટરનું ગંદુ અને કદડા જેવું પાણી ભરાઈ રહેવાની ગંભીર સમસ્યા સામે આવી છે, જેના કારણે ત્યાંથી નીકળતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર, સેવા સદનના ગેટ પાસે ગટર ઉભરાવાના કારણે ગંદું પાણી ગેટ પાસે તેમજ આંતરિક પરિસરમાં પ્રસરી ગયું છે. આ પાણીના કારણે રસ્તો અત્યંત ચીકણો થઈ ગયો છે, જેથી ત્યાંથી ચાલીને નીકળવું મુશ્કેલ બન્યું છે. રસ્તો લપસણો બની ગયો હોવાથી લોકોમાં પડી જવાનો અને ઈજા થવાનો સતત ભય સતાવી રહ્યો છે.સ્થાનિકો અને રાહદારીઓ જણાવે છે કે દર વખતે વરસાદ રહી ગયા બાદ આ જ પરિસ્થિતિ ઉદ્ભવે છે. અગાઉ પણ જ્યારે વરસાદ થયો હતો ત્યારે આ જ ગટરનું પાણી ભરાયું હતું. ત્યારે આ સમસ્યાનો માત્ર કામચલાઉ નહીં પરંતુ કાયમી ઉકેલ લાવવામાં આવે અને વહેલી તકે ગટર સાફ કરીને રસ્તો ચાલવા યોગ્ય બનાવવામાં આવે તેવી લોક માંગ પ્રબળ બની છે.#Morbi #MorbiNews #SevaSadan #DrainageIssue #MorbiUpdate #LocalNews