મોરબી : મોરબીના ભડિયાદ સ્થિત જવાહર સોસાયટીમાં રચના વિદ્યાલય પાસે વણકર સમાજવાડી સામેની શેરીમાં છેલ્લા સાતેક મહિનાથી ગટર ઉભરાવાની સમસ્યા યથાવત છે. જેના કારણે આસપાસના રહીશો અને વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.આ અંગે સ્થાનિક રહીશ પ્રવીણભાઈ સોલંકીએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે. રચના વિદ્યાલય પાસે વણકર સમાજવાડી સામેની શેરીમાં છેલ્લા 6-7 મહિના જેટલા સમયથી ગટર ઉભરાઈ રહી છે. ગટરનું ગંદુ પાણી રસ્તાઓમાં ભરાયેલું રહે છે. અહીં બાજુમાં જ રચના વિદ્યાલય અને રહેણાક વિસ્તાર આવેલો છે. અહીં દરરોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો અવરજવર કરે છે. આ અંગે મહાનગરપાલિકાને આજે લેખિતમાં ફરિયાદ પણ કરી છે. આ પહેલા પણ અનેકવાર આ મામલે રજૂઆતો કરી છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી. ત્યારે તાત્કાલિક ધોરણે ગટર ઉભરાવાની સમસ્યા દુર કરવામાં આવે તેવી સૌ રહીશોની માગ છે.