મોરબી : મોરબી શહેરના સાવસર પ્લોટમાં છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરની સમસ્યા યથાવત છે. જેના કારણે રાહદારીઓ અને રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે. સાવસર પ્લોટ-6માં ક્રિષ્ના ટ્રાવેલ્સ અને મધુરમ લેબોરેટરી વાળી શેરીમાં છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાઈ રહી છે. જેના કારણે રસ્તા પર ગંદા પાણીના ખાબોચિયા ભરાયા છે.ઉભરાતી ગટરની સમસ્યા હલ કરવા 29 માર્ચના રોજ મોરબી મહાનગરપાલિકામાં લેખિત અરજી આપવામાં આવી હતી. મહાનગરપાલિકા દ્વારા 3 એપ્રિલ સુધીમાં સમસ્યાનું નિરાકરણ કરવાની ખાતરી આપવામાં આવી હતી. પરંતુ આજે 15 દિવસ કરતાં વધુ સમય થઈ ગયો હોવા છતાં કોઈ નિરાકરણ થયું નથી. હજુ પણ ગટર ઉભરાઈ રહી છે અને ગંદા પાણીના ખાબોચિયા ભરાયેલા રહે છે. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે તાત્કાલિક ધોરણે આ ઉભરાતી ગટરની સમસ્યા ઉકેલવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે.