મોરબી : મોરબી શહેરમાં અનેક જગ્યાએ હજુ પણ ગટર ઉભરાવાની સમસ્યા યથાવત છે. ત્યારે મોરબીના જુના ઘુંટુ રોડ પર ત્રાજપર ખારીની અનંત સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાઈ રહી છે. જેના કારણે રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગટરના ગંદા પાણી ઉભરાઈને આખી શેરીમાં ફરી વળ્યા છે. રહીશોના જણાવ્યા પ્રમાણે ગટરના પાણી શેરીમાં ભરાય રહેતા હોવાથી બાળકો અને વૃદ્ધો બીમાર પડી રહ્યા છે. આ અંગે તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી. ત્યારે આ સમસ્યાનું નિરાકરણ લાવવા રહીશોએ માગ કરી છે.