મનપા ખાતે ઓનલાઈન અરજી કરી સમસ્યાનો ઉકેલ લાવવા માંગમોરબી : મોરબીમાં અનેક વિસ્તારોમાં ગટર ઉભરાવી, ખરાબ રસ્તા, પીવાના પાણીની સમસ્યા વગેરે જેવી પ્રાથમિક જરૂરિયાતોને લઈને અવાર-નવાર લોકો દ્વારા ફરિયાદ કરવામાં આવતી હોય છે. તેમ છતાં કોઈ નિરાકરણ લેવામાં આવતું નથી. ત્યારે હવે ફરીવાર શહેરમાં ગટરનું પાણી ઉભરાતા લોકોએ મનપા ખાતે ઓનલાઈન અરજી કરવામાં આવી છે. જેમાં મોરબી શહેરમાં રામચોક, શાંતિ ફિઝિયો થેરાપી, બેંક ઓફ મહારાષ્ટ્ર પાસે ગટરનું પાણી ઉભરાટી હોવાથી આસપાસના લોકો દ્વારા મહાનગરપાલિકા ખાતે ઓનલાઈન અરજી કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, રસ્તા પર ગટરના પાણી ઉભરાતા લોકોને આવવા જવામાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ રસ્તા પર પાણી ફરી વળતા વાહનચાલકો અકસ્માતનો ભોગ બને છે. આમ લોકો જીવના જોખમે આવક જાવક કરી રહ્યા હોય ત્યારે આ ગટરની સમસ્યાનો ઉકેલ કરવા માંગણી કરવામાં આવી રહી છે.