મોરબી : મોરબીના જેલ રોડ ઉપર આવેલ રબારી વાસ મેઈન રોડ ઉપર મતવા ચોક સુધી ગટરની લાઈન તૂટી હોય ગંદા પાણી છલકાઈ રહ્યા છે. અહીં ગટરના ખદબદતા પાણીના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ મામલે તુરંત કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો માંગ ઉઠાવી રહ્યા છે.