મોરબી :શહેરની રચના સોસાયટીમા ગટરના ગંદા પાણી રસ્તા પર ફરી વળ્યા હોય જેનો કાયમી ઉકેલ લાવવા સ્થાનિકોની માંગ છે. શહેરમાં જે રોડ પર કલેક્ટર કચેરી, એસપી કચેરી અને જિલ્લા પંચાયત કચેરી સહિતની કચેરીઓ આવેલી છે, તે રોડ ઉપર જ છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવવાની સમસ્યા જોવા મળી રહી છે. આ રોડ પર આગળ જતાં રચના સોસાયટીનો જે ગેઇટ છે તેની બિલકુલ સામે જ આ ગટરના પાણી ઉભરાય છે. આથી સોસાયટીમાં જવાનો જે મુખ્ય રસ્તો છે ત્યાં સ્થાનિકોને ગટરવાળા ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે.આ અંગે સ્થાનિકોનું કહેવું છે કે અહીંયા તંત્ર દ્વારા સફાઈ કરવામાં આવે છે પરંતુ યોગ્ય રીતે સફાઈ ન થતાં માત્ર 2 દિવસમાં જ ફરીથી આ જ મુશ્કેલી ઉભી થાય છે. આ ઉપરાંત વોકળાની પણ યોગ્ય રીતે સફાઈ કરવા તેમજ ગટરના પાણી જે ઉભરાય છે તે સમસ્યાનો વહેલી તકે કાયમી ઉકેલ લાવવા સોસાયટીના રહીશોની માંગ છે.#MorbiUpdate #MorbiNews #Morbi #SewageIssue #PublicProblem