ધારાસભ્ય કાંતિલાલ સૂચના આપી સમસ્યાનો કાયમી ઉકેલ લાવે તેવી માંગમોરબી : મોરબીના સામાકાંઠે ઉમાટાઉનશીપ રોડ ઉપર આવેલ અનંતનગર સોસાયટીમાં વારંવાર ગટર ઉભરાતી હોય, સ્થાનિક લોકો ત્રસ્ત થઈ ગયા છે. આ મામલે રજૂઆત પણ કરવામાં આવી છતાં પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અંતે સ્થાનિકોએ આ પ્રશ્નના કાયમી ઉકેલ માટે ધારાસભ્ય સમક્ષ મદદની ગુહાર કરી છે.અહીંના સ્થાનિક રવિભાઈ નામના વ્યક્તિએ જણાવ્યું કે અનંતનગર સોસાયટીના મેઇન રોડ પર વારંવાર ગટર ઉભરાય છે. આ તકલીફ છેલ્લા બે વર્ષથી થાય છે. ગટરનું પાણી શેરીમાં ફરી વળે છે તેમજ સોસાયટીના ઘરોમાં સંડાસ - બાથરૂમમાં પાણી ભરાઈ જાય છે. નગરપાલિકામાં કમ્પ્લેન કરી એટલે તે લોકો આવીને સાફ કરે છે. પણ દસ દિવસ પછી તે જ હાલત હોય છે. તેમજ આ જ વખતે 22-02-2024 ના રોજ કમ્પ્લેન કરેલી છે પણ હજુ સુધી કોઈ આવ્યું નથી. ત્યાં જાય એટલે એમ કહે છે કે માણસો નથી લગ્નમાં ગયા છે. અથવા આવ્યા નથી. અવારનવાર કાંઈક બહાનું કાઢે છે. ધારાસભ્ય કાંતિભાઈને આ પ્રશ્નનો કાયમી ઉકેલ કરી દયે તેવી માંગ છે.