મોરબી : મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ પાસે રસ્તો પોલાણવાળો થયો હોવાથી અનેક વાહનો ખાડામાં ફસાયા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. આ વિસ્તારમાં કામ માટે ખાડા કરવામાં આવ્યા હતા.જેનું યોગ્ય રીતે બુરાણ કરવામાં ન આવતા આ સમસ્યા સર્જાય છે. ત્યારે આ વાહનોને નુકશાન થાય છે તો તેની ભરપાઈ કોણ કરશે ? નવી બનેલ મહાનગરપાલિકા? કે શેરી તોડવાવાળા કોન્ટ્રાક્ટ? તેવો પ્રશ્ન ઉઠાવી સ્થાનિકોએ મહાનગરપાલિકાએ આવા ફસાતા વાહનોને કાઢવા માટે હેલ્પ લાઈન નંબર જાહેર કરવો જોઈએ તેવી માંગ ઉઠાવી છે.