વાહનો ફસાતા થોડીવાર માટે ટ્રાફિકજામ થયો મોરબી : મોરબીના લખધીરપુર રોડ ઉપર સોરિસો ચોકડી પાસે ભંયકર ખાડા પડી ગયા હોવાથી અનેક વાહનો ફસાયા હતા.વાહનો ફસાતા થોડીવાર માટે ટ્રાફિકજામ થયો હતો. આથી વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. મોરબીના લખધીરપુર રોડ ઉપર સોરિસો ચોકડી પાસે દુકાન ધરાવતા ધનરાજભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, લખધીરપુર રોડ ઉપર સોરિસો ચોકડી પાસે મસમોટો ગાબડા પડી ગયા છે અને ખાડાઓ પહોળા બનતા જોખની બની ગયા છે. હાલ સતત વરસાદ આવતો હોય આ રોડ ઉપરના ગાબડામાં પાણી ભરાય તેમજ ગારા કિચડના થર જમ્યા છે. આ રોડ ઉપરના ગાબડાઓ પણ વધુ તો ગારા કીચડના થર જામ્યા હોવાથી પરમ દિવસે આ ગાબડામાં 50 જેટલા વાહનો ફસાયા હતા અને આજે સવારે પણ અમુક વાહન ફસાતા બીજા વાહનો રોકાઈ જવાથી થોડીવાર માટે ટ્રાફિકજામ સર્જાયો હતો. પણ સવારે વાહનો ફસાયા બાદ હાલ ખાડા ઉપર ખટારા ભરીને મેટલ નાખવામાં આવી છે અને ખાડાનું હવે બુરણ કરવામાં આવી રહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.