મોરબી : મોરબીમાં ઠેર ઠેર રઝળતા પશુઓની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે. એક તરફ મહાપાલિકા દ્વારા ઢોર પકડ ઝુંબેશ ચલાવામાં આવી રહી છે. છતાં પણ આખલાઓનો ત્રાસ હજુ શહેરમાં યથાવત જ છે. આજે અવની ચોકડીએ આખલાઓના યુદ્ધમાં ત્યાં પાર્ક કરેલા અનેક વાહનોને આખલાઓએ હડફેટે લઈ નુકસાન પહોચાડ્યું હતું. સદનસીબે આ બનાવમાં નુકસાની સિવાય બીજું કશું ન થતા લોકોએ હાંશકારો અનુભવ્યો હતો.