૮૭ હજારની રોકડ કબ્જે કરાઈ : આરોપી પોતાના ફાર્મહાઉસમાં જુગારીઓને બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડતો હતો હળવદ : આજરોજ હળવદ તાલુકાના દેવળીયા ગામની સીમમાં આવેલ નવા ધનાળા ગામના પાટીયા સામેના ફાર્મ હાઉસમાં બહારથી જુગારીઓને બોલાવી પોતાના ફાર્મ હાઉસમા જુગાર રમાડી નાલ ઉઘરાવાતો હોવાની બાતમીને આધારે હળવદ પોલીસે દરોડો પાડયો હતો. જેમાં સાત જુગારીઓને 3 મોબાઇલ સહિત ૮૮૭૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના દેવળીયા ગામની સીમમાં આવેલ ધાનાળા ગામના પાટીયા સામેના બજરંગ ફાર્મ હાઉસ નામની વાડીની ઓરડીમાં કિરીટભાઈ હરજીભાઈ પટેલ રહે હળવદ બહારથી જૂગારીઓને બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડતો હોવાની બાતમી પોલીસને મળી હતી. જેથી પોલીસે દરોડો પાડતા સાત જુગારીઓને રંગેહાથ ઝડપી લીધા હતા ઝડપાયેલા તમામ જુગારીયોને હળવદ પોલીસ મથકે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે પોલીસે કિરીટભાઈ હરજીભાઈ પટેલ, પ્રવીણભાઈ બેચરભાઈ પટેલ, મુન્નાભાઈ જેઠાલાલ પુજારા, બળદેવભાઈ ઉર્ફે ભુરો ઘનશ્યામભાઈ ધારીયાપરમાર, અરવિંદભાઈ ઘનશ્યામભાઈ ચાવડા, પ્રેમજીભાઈ લલીતભાઈ પટેલ, અજયભાઈ પરબતભાઇ કરોતરા સહિત સાત જુગારીઓને ૮૭૨૦૦ની રોકડ તેમજ 3 મોબાઈલ મળી કુલ રૂપિયા ૮૮૭૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લેવાયા હતા ઝડપાયેલા તમામ જુગારીયાઓને હળવદ પોલીસ મથકે લાવી ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.